યોગ ટ્રેનર, મોરબી
Cont. 9998449051
મહર્ષિ દયાનંદ સરસ્વતી જન્મજયંતી નિમિત્તે
“મોરબી જિલ્લાની સામુહિક સૂર્યનમસ્કાર સ્પર્ધા 2023” નું આગામી 12 ફેબ્રુઆરી ના રોજ મોરબી મુકામે સુંદર આયોજન
આપણાં મોરબી જિલ્લાના વિવિધ મહાન વ્યક્તિત્વનો પરિચય આજના વિદ્યાર્થી, યુવાનો, માતપિતા અને જિલ્લાના દરેક નાગરિકને વધુ સારી રીતે મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે, આગામી 12 ફેબ્રઆરી, 2023ના રોજ મહર્ષિ દયાનંદ સરસ્વતી જન્મજયંતી નિમિત્તે મોરબી ખાતે “મોરબી જિલ્લાની સામુહિક સૂર્યનમસ્કાર સ્પર્ધા 2023” નું સુંદર આયોજન રામોજી ફાર્મ, રવાપર કેનાલ રોડ, મોરબી ખાતે કરવામાં આવેલ છે.
શા માટે સૂર્ય નમસ્કાર?:
યોગના વિષય માં સૂર્યનમસ્કાર એક જીવનશક્તિ વધારનાર અભ્યાસના રૂપમાં પ્રસિધ્ધ છે.
જેના અભ્યાસ દ્વારા સ્વાસ્થ્ય, શક્તિ અને ક્રિયાશીલતા માં વધારો થાય છે. સાથે સાથે આદ્યાત્મિક પ્રગતિ પણ થાય છે. જેના પરિણામ સ્વરૂપે ચેતનાનો વિકાસ થાય છે.
સૂર્યનમસ્કાર એક પૂર્ણ સાધના છે, જેમાં આસન, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓ જોડાયેલ છે.
યોગમય જીવન શરૂ કરવાના ઉદ્દેશ્ય માટે સૂર્ય નમસ્કાર એક સંપૂર્ણ અભ્યાસ છે.
સૂર્ય નમસ્કાર એ વૈદિક કાળ થી ઋષિઓ ની ભેટ છે જેનો શાબ્દિક અર્થ સૂર્ય ને નમસ્કાર થાય છે.
સૂર્ય નમસ્કાર એક પૂર્ણ વ્યાયામ છે જેનાથી શરીર ના દરેક અંગ-ઉપાંગ બળવાન અને નિરોગી બને છે.
સંપૂર્ણ શરીર ને આરોગ્ય પ્રદાન કરનાર આ અભ્યાસ દ્વારા વહેલી સવારે સૂર્યની રોશની નો ભરપૂર ઉપયોગ કરવાથી તણાવ, થાક, અને ઉદાસીનતા નિર્મૂળ થાય છે અને મન, મસ્તિષ્ક અને શરીર માં તાજગી રહે છે.
સૂર્યનમસ્કાર નો અભ્યાસ સ્ત્રીઓ, પુરુષો, બાળકો, યુવાનો તથા વૃધ્ધો બધા દ્વારા કરી શકાય છે.
સ્પર્ધા વિશે વિશેષ માહિતી:
સૂર્યનમસ્કાર સ્પર્ધા ભાઈઓ અને બહેનોના અલગ અલગ વયજૂથ (ગ્રુપ) પ્રમાણે 5-પાંચ વિભાગ માં યોજાનાર છે.
વિભાગ A: 11 થી 13 વર્ષ સુધી
વિભાગ B: 14 થી 18 વર્ષ સુધી
વિભાગ C: 19 થી 30 વર્ષ સુધી
વિભાગ D: 31 થી 40 વર્ષ સુધી
વિભાગ E: 41 કે તેથી વધુ વર્ષ
દરેક વિભાગમાં સૌથી વધુ સૂર્યનમસ્કાર કરનાર 1 થી 3 નંબરને ટ્રોફી, પુરસ્કાર અને પ્રમાણપત્ર આપવામાં આવશે.
4 થી 10 નંબર પર આવનાર ને પુરસ્કાર અને પ્રમાણપત્ર આપવામાં આવનાર છે.
ભાગ લેનાર દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર જરૂર થી મળશે.
સ્પર્ધા તારીખ : 12/02/2023 રવિવાર
સ્પર્ધા સમય: સવારે 6:30 કલાકે, (30 મિનિટ પહેલા હાજર રહેવું)
સ્થળ: રામોજી ફાર્મ,
રવાપર કેનાલ રોડ, નવયુગ ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલ ની બાજુના મેદાન માં, મોરબી
*ઓનલાઇન રજિસ્ટ્રેશન અને વધુ માહિતી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરવા જણાવવામાં આવે છે.
રજીસ્ટ્રેશન ફી Rs.150 ગુગલ-પે ના માધ્યમથી 9409663627 નંબર પર મોકલવાની રહેશે.
તાલુકા પ્રમાણે સંપર્ક સૂત્ર:
મોરબી:
વાલજીભાઈ ડાભી- 9586282527,
ચાંદનીબેન ધોરિયાણી- 7698485084
મયુરભાઈ કારિયા- 9998449051
મનીષાબેન રાચ્છ- 9429978876
દિલીપભાઈ કંઝારીયા- 9979010755
ટંકારા:
કંચનબેન સારેસા: 9558926180
વાંકાનેર:
દિપાલીબેન આચાર્ય: 9265256365