મોરબી: આ કામે પોલીસ અધીક્ષક એસ.આર.ઓડેદરા મોરબી જીલ્લા મોરબી નાઓની સુચનાથી અને નયાબ પોલીસ અધિક્ષક રાધીકા ભારાઇના માર્ગદર્શન હેઠળ મોરબી સીટી બી ડીવી.પોલીસ સ્ટેશનના ગુ.ર.નં ૧૧૧૮૯૦૦૪૨૧૧૭૬૧/૨૦૨૧ આઇ.પી.સી કલમ-૩૦૨,૧૧૪ મુજબનાનો ગુનો તા-૦૪/૦૭/૨૦૨૧ ના ક૧૮/૨૦ વાગ્યે ફરીયાદીએ જાહેર કરતા ગુનો રજીસ્ટર થયેલ છે.આ બનાવ તા.૦૩/૦૭/૨૦૨૧ના રાત્રીના ૧-૨૩/૦૦ વાગ્યાના આરશામા મોરબી-૨ શકિત ચેમ્બર- ૦૧ની દુકાનની લોબીમા આ કામના ફરયાદીના મરણજનાર દિકરા રણજીતભાઇ ભુપતભાઇ સોલંકી (ઉવ-૪૦ રહે- હાલ ચેતનભાઇ રબારીની ચા ની હોટલમા લગધીરપુર રોડ મોરબી)ને આ કામન આરોપી જાવેદ ઉર્ફે માર્યા રસુલભાઇ વાધેર (જાતે-કચ્છી મીયાણા રહે-પુનમ કેસેટ ઉપર ડો.તખીંહજી રોડ મોરબી) તથા મુન્નો અલારખા પરમાર( રહે- રહે-વજેપરા મોરબી)એ મરણજનારને ગાળો આપતા મરણજનારે તમારા બંને થી શુ થાય તેમ કહેતા મરણજનારને શકિત ચેમ્બરની લોબી માથી મારી નાખવાના ઇરાદે ઉપાડી નીચે ઘા કરતા મરણજનારને ગંભીર ઇજા થતા મરણ ગયેલ હોય ગુનો કર્યા બાબત ની ફરીયાદ જાહેર થયેલ છે.
આ ગુનાના કામે આરોપી જાવેદ ઉર્ફે માયો રસુલભાઇ વાઘેરને તાત્કાલીક પકડી પાડી નામદાર કોર્ટમા મોકલી આપેલ તેમજ આ ગુનાનો સહ-આરોપી આરીફ ઉર્ફે મુન્નો સાઓ અલારખાભાઇ પરમારે ગુનો કર્યા પછી નાશતો ફરતો હોય આરોપીની હકિકત મેળવી આરોપીને તા-૦૮/૦૭/૨૦૨૧ ના ૬-૧૫/૩૦ વાગ્યે ધોરણસર અટક કરી નામદાર કોર્ટમા મોકલી આપવા તજવીજ કરેલ છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ : વી.એલ.પટેલ પોલીસ ઇન્સ્પેકટર તથા એ.એ.જાડેજા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા સર્વેલન્સ સ્ટાફ.