Friday, May 2, 2025

મફતિયાપરામાં પ્રેમ સંબંધમાં યુવકે જીવન ટુંકાવ્યું, ફરિયાદ નોંધાવી.

Advertisement
Advertisement
Advertisement

મફતિયાપરામાં પ્રેમ સંબંધમાં યુવકે જીવન ટુંકાવ્યું, ફરિયાદ નોંધાવી.

મફતિયાપરામાં વધુ એક યુવકે પ્રેમ સંબંધમાં પોતાનું જીવન ટુંકાવ્યું છે ત્યારે આ અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ મધુબેન રમેશભાઈ મોતીભાઈ ચાવડા (ઉ.વ.૫૨) રહે. મોરબી -૨ સો ઓરડી મેઇન રોડ બાલમંદિર પાસે તા.જી. મોરબી વાળાએ આરોપી મહેશભાઇ દેવજીભાઈ વણોલ રહે. મોરબી જવાહર સબ સોસાયટી પાસે મફતીયા પરામા તા.જી. મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ફરીયાદિના દિકરા ચેતનભાઇ રમેશભાઇ ચાવડાને આરોપી મહેશભાઇ દેવજીભાઇની બહેન વર્ષાબેન સાથે પ્રેમ સબંધ હોય જેની જાણ આરોપીને થતા અગાઉ ચેતનભાઈ સાથે આરોપીએ જગડો પણ કરેલ હોય અને વાડે નહી આવવા બાબતે ધમકાવેલ હોય તેમ છતા ચેતનભાઇ તા-૧૧/૦૨/૨૦૨૩ ની મોડી રાત્રે પોતાના કબ્જા ભોગાવટાના વાડે ગયેલ હોય ત્યારે શકદારને સારૂ નહી લાગતા રાત્રીના કોઇ પણ સમયે ગળા ટુપો આપી ચેતનભાઈનુ મોત નિપજાવ્યું હોવાની મૃતકની માતા મધુબેને આરોપી મહેશભાઇ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૦૨ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,679

TRENDING NOW