મોરબી: મોરબીના એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટને મધ્યપ્રદેશ રાજયના ધાર જિલ્લાના કોતવાલી પોલીસ સ્ટેશનના અપહરણનાં ગુનાનો આરોપી તથા ભોગ બનનાર મોરબી જિલ્લાના લખધીરપુર રોડ ઉપર કોઇ સીરામીક કારખાનામાં મજુરી કામ કરતા હોવાની કોતવાલી પોલીસ સ્ટેશન તરફથી જાણ કરવામાં આવતા ટેકનીકલ સેલ/એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ મોરબીના ASI રજનીકાંત કૈલા HC દશરથસિંહ ચાવડા, PC પો.કોન્સ. નંદલાલ વરમોરાનાઓએ આરોપી અંગે તપાસ કરતા આરોપી વિરેન્દ્ર મહેશભાઇ રતનશસીંગ માવી જાતે ભીલ (ઉ.વ. ૧૯ રહે. હાલ પાડલીયા તા.જી.ધાર (એમ.પી.) મુળ ગામ માધવપુર તાજી.ઉજ્જૈન (એમ.પી.)) વાળો તથા ભોગબનનાર બન્ને મોરબી લખધીરપુર રોડ કેવલ સીરામીક કારખાનાની ઓરડીમાં તા.જી.મોરબી ખાતેથી મળી આવતા બંનેને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મધ્ય પ્રદેશ રાજયના ધાર જિલ્લાના કોતવાલી પોલીસ સ્ટેશને જાણ કરી આગળની ઘટીત કાર્યવાહી કરવા જાણ કરેલ છે.
આ કામગીરી કરનાર અધિકારી વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબી તથા એ.ડી.જાડેજા પો.સબ.ઇન્સ. તથા ASI હીરાભાઇ ચાવડા, રજનીકાંતભાઇ કૈલા, સંજયભાઇ પટેલ તથા HC દશરથસિંહ ચાવડા, P નંદલાલ વરમોરા, અશોકસિંહ ચુડાસમા વિગેરેનાઓ દ્વારા કરેલ છે.