માળિયા તાલુકા યુવા ભાજપની નવનિયુક્ત ટીમ દ્વારા ગાંધીનગર સચિવલયની મુલાકાત કરવામાં આવી હતી. જેમાં મોરબી-માળિયાના લોકલાડીલા ધારાસભ્ય અને ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી બ્રિજેશભાઈ મેરજાની શુભેચ્છા મુલાકાત કરી હતી. અને બ્રિજેશ ભાઈ મેરજા દ્વારા યુવા ટીમ ના તમામ હોદેદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. અને ખુબ પ્રગતિ કરો અને આગળ વધો એવા સલાહ – સૂચન આપવામાં આવ્યા હતા.

જેમાં માળિયા તાલુકાના યુવા ભાજપના પ્રમુખ હિતેશભાઈ દસાડીયા, માળિયા તાલુકા યુવા ભાજપના મહામંત્રી નિકુંજભાઈ વિડજા, યુવા ભાજપના ઉપપ્રમુખ પ્રજ્ઞેશભાઈ ગોઠી અને જયદીપભાઈ સવસેટા, યુવા ભાજપના મંત્રી પાર્થભાઈ અને માળિયા તાલુકા યુવા ભાજપ અન્ય હોદેદારો ઉપસ્થિત રહ્યાં હતા.
