ભ્રષ્ટાચારી સામે પોલીસ ઘૂંટણિયે લોકશાહી અને કાયદાનું ચીરહરણ
તારીખ ૧૪/૧૧/૨૦૨૫ ના રોજ ફરિયાદી ને જાણ થઈ કે ફરાર આરોપી કનૈયા લાલ અને સરતી જામીન પર રહેલ તેનો પુત્ર વડોદરા હોટલ ઇન્ડિયન પાઇસ ઉપર છે જેથી ફરિયાદીએમોરબી પોલીસ ને લોકેશન તેમજ વિડિઓ સાથે જાણ કરી અને વિશ્વાસના જામીન રદ કરવા અરજી કરી કેમ કે નામદાર કોર્ટે વિશ્વાસ ને મોરબી જિલ્લા ની હદ નહીં છોડવાની શરતે જામીન આપ્યા હતા
મોરબી પોલીસ ગોરવા પોલીસ ના PSO નમ્રતા બેન ને જાણ કરી જેથી ડી સ્ટાફ ની ટીમે ૧૨:૫ વાગે કનૈયાલાલ દેત્રોજા ની ધરપકડ કરી અને તેની ગાડી વોલ્વો GJ૩૬AP ૧૮૧૮ ડીટેન કરી
ગોરવા પોલીસના ડી સ્ટાફ ધર્મેન્દ્રસિંહ દ્વારા કનૈયાલાલ ની ઓળખ પરેડ કરી મોરબી પોલીસ માં કબજો લેવા ૧:૧૫ વાગે વર્ધી લખાવી જે સ્ટેશન ડાયરી માં નોંધ છે મોરબી પોલીસ ૩ વાગે કબજો લેવા નીકળી તારાપુર પહોંચી ત્યારે રાત્રે ૮ વાગે ધર્મેન્દ્રસિંહ નો ફોન આવ્યો કે આરોપી નજર ચૂકવી જતો રહ્યો તો પસી ગોરવા પોલીસ ૮ કલાક સુધી આરોપીનો એરેસ્ટ મેમો કેમ ન બનાવ્યો જે સૌથી મોટો પ્રશ્ન છે
આ બાબતે ગોરવા પોલીસ કહે છે કે પકડાયો જ નથી, દવાખાનાં નું બહાનું આપી વગેરે વગેરે મેટર અખબારોના ભરાઈ ને આવી પણ પૈસા ના જોર નીચે નાગો નાચ કરતું તંત્ર નું પાણી પણ ન હાલ્યું
પરંતુ હકીકત એવી છે કે આ આરોપી જમીન વિકાસ બોર્ડ નિગમ નો MD હતો અને હજારો કરોડ નો ભ્રષ્ટાચાર કર્યો જેમાં ઘણા બધા અધિકારીઓ પણ સંકળાયેલ છે તેવી ચર્ચા ચાલી રહી છે અને કાયદો ખીચમાં લઈ ને ફરે છે
મોરબી પોલીસ સાચી કે વડોદરા..?
બીજી બાજુ મોરબી ની સેશન્સ કોર્ટમાં ફરિયાદીની અરજીના પુરાવા થી વિશ્વાસ દેત્રોજાની શરતી આગોતરા જામીન રદ માટે પોલીસ અરજી કરે છે જેમાં વિશ્વાસ વડોદરા દેત્રોજા વડોદરા ની હોટલમાં જમતો હોય એવા CCTV ફૂટેજ અને હોટલ માલિક નીરવ કિશરચંદ્ર કડું નું નિવેદન લે છે જેમાં સાબિત થાય છે કે કનૈયાલાલ અને વિશ્વાસ હોટલ માં જમવા આવ્યા હતા પોલીસ દ્વારા આવા તમામ પુરાવા રજૂ કર્યા
આરોપીના વકીલ દ્વારા જામીન શરતભંગ બાદ જમીન ની શરત માં સુધારા અરજી કરી હતી
સામે પક્ષે ફરિયાદીના વકીલ ધ્રુવિલ ભીમાણી દ્વારા સરકારી વકીલને વિશ્વાસ મોરબી ની હદ છોડી કોર્ટના આદેશને ઘોળીને પી જતા પુરાવા મુક્યા , હવે આમાં ફરિયાદોનો કોઈ વિશેષ રોલ રહેતો નથી કે પછી પોલીસ જાણી જોઈ ને કંઈક ભૂલી જશે
જેનો ચુકાદો આવતી કાલે છે જેના પર મોરબીના લોકો અને વકીલ આલમ ની નજર છે
હાલ રાજ્યભરમાં જીગ્નેશ મેવાણી ના નિવેદન બાદ ગૃહમંત્રી એ સળગતું લેતા આખી રાજ્ય સરકાર ફૂટબેક ઉપર જતી રહી છે લોકો સોશિયલ મીડીયા માં પોલીસ. પ્રશાસન અને કાયદાના ભ્રષ્ટાચાર નો મારો ચલાવી રહ્યા છે કૌભાંડી માફિયા જેવા લોકો જાણે કાયદો ખાલી કિતાબમાં જ હોય એવો રોફ રાખી ફરી રહ્યા છે





