Friday, May 2, 2025

ભુજની જેલમાં કેદ પાકિસ્તાનના યુવાનનું હળવદ નજીક મોત

Advertisement
Advertisement
Advertisement

હળવદ : ભારતમાં ગેરકાયદેસર ઘુસવાના ગુનામાં કચ્છમાંથી ઝડપાયેલ 22 વર્ષીય પાકિસ્તાનના યુવાનને સારવાર અર્થે ભુજની પાલારા જેલમાંથી અમદાવાદ સિવિલમાં લઇ જવાતો હતો ત્યારે આ યુવાનનું હળવદ નજીક મોત નિપજ્યું છે. બનાવની હળવદ પોલીસ મથકે નોંધ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ તા. 8/8/1019થી ભારતમાં ગેરકાયદેસર ઘુસવાના ગુનામાં ભુજની પાલારા જેલમાં બંધ પાકિસ્તાનના તગજીભાઈ રાવતાભાઈ હોથીમલ (ઉ.વ.22) પોતે એચ.આઈ.વી. અને ટી.બી.ની બીમારીથી પીડિત હોય, જેથી તેની સારવાર ભુજની જી.કે. હોસ્પિટલમાં ચાલતી હતી. જો કે યુવાનને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવતો હતો. ત્યારે હળવદ-માળિયા રોડ નજીક આ યુવાનનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. જેથી, બનાવને પગલે હળવદ પોલીસે એડી નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Related Articles

Total Website visit

1,502,687

TRENDING NOW