ટંકારા પોલીસ સ્ટેશનના કોલસા ચોરીના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા ૨ વર્ષથી પોલીસના હાથમાં ન આવતા આરોપીને પકડી પાડવામાં પોલીસને સફળતા સાંપડી છે.જેમાં મોરબી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કવોડની ટીમે બાતમી આધારે કોલસા ચોરીના ફરતા આરોપી મોહનભાઇ ઉર્ફે મનારામ ચેનારામ જાટ (ઉ.વ.૨૭) રહે.ધાકન્યા દાના જી.બાડમેર, રાજસ્થાન વાળાને માળીયા ભીમસર ચોકડી ખાતેથી ઝડપી પાડી આગળની કાર્યવાહી અર્થે ટંકારા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.