ભારત માતા અભિનંદન સંગઠન હરિયાણા ભિવાની ખાતે આયોજિત કાર્યક્રમ માં ડૉ ગુલાબચંદ પટેલ અધ્યક્ષ અને ગુજરાત ની ટીમ સમ્માનિત :
ભારત માતા અભિનંદન સંગઠન દ્વારા હરિયાણા ના ભિવાની ખાતે આયોજિત પાંચમા ભારત માતા અભિનંદન સંગઠન હરિયાણા ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી પુરુષોત્તમ મિત્તલ એડવોકેટ દ્વારા ભિવાની ભીમ સ્ટેડિયમ ખાતે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ડૉ ગુલાબચંદ પટેલ અને ટીમ ગુજરાત શ્રી કાંતિ ભાઇ પટેલ એડવોકેટ, અલ્પાબેન પટેલ આણંદ અને વર્ષાબેન બાબુભાઈ વાઘેલા નું ટ્રોફી અને સન્માન પત્ર આપી સમ્માનિત કરવામાં આવ્યા હતા
આ કાર્યક્રમ માં શ્રી ડૉ ગુલાબચંદ પટેલ અધ્યક્ષ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગર ગુજરાત અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા જેઓનું ફૂલ માળા થી રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી પી ડી મિત્તલ એડવોકેટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમ માં મોટી સંખ્યામાં શાળાઓ ના વિધાર્થીઓ વેશ ભૂષા માં અને ડાંસ કોમ્પિટિશન માં અગ્ર સ્થાન મેળવનાર વિધાર્થીઓ તથા શિક્ષકો નું ટ્રોફી અને સન્માન પત્ર આપી સમ્માનિત કરવામાં આવ્યા હતા
વિવિધ પ્રકારની સ્પર્ધા ઓ મા જજ તરીકે આણંદ ના સામાજિક કાર્યકર
નવ ગુજરાત સ્ત્રી અધિકાર સંઘ આણંદ ના
અલ્પાબેન પટેલ અને વર્ષા બેન વાઘેલા વડોદરા જિલ્લામાં પાદરા તાલુકાના ડભાષા કુમાર શાળાના શિક્ષિકા દ્વારા જજ તરીકે સેવાઓ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમ હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવી હતી
આ કાર્યક્રમ માં ભારત માતા શ્રીમતી મંજુ મિત્તલ નું સન્માન ધારાસભ્ય શ્રી ઘનશ્યામ ભાઇ દ્વારા કરવામાં આવ્યું હતું મંજુ મિત્તલ મહા સચિવ ભારત માતા અભિનંદન સંગઠન ને બગી માં બેસાડી પદયાત્રા કરી હતી જેમાં અસંખ્ય લોકો જોડાયા હતા
આ કાર્યક્રમ માં શ્રી રાહુલ રાણા પ્રમુખ ક્ષત્રિય સમાજ ભિવાની શ્રી ભવાની પ્રતાપ સિંહ પૂર્વ નગર પરિષદ પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા


ડૉ ગુલાબચંદ પટેલ
અધ્યક્ષ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગર Mo 8849794377





