ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ધાર્મિક સ્થાનો નુ પુજન અંને મહંત શ્રી ના સન્માન નો કાર્યક્રમ ” તિર્થ પૂજન” યોજાયો
તા. 4\2\2024 ના રોજ ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા અનુસૂચિત જાતિ સમુદાય ના ધાર્મિક સ્થાનો નુ પુજન અંને મહંત શ્રી ના સન્માન નો કાર્યક્રમ ” તિર્થ પૂજન” અંતર્ગત મોરબી તાલુકા ના હડમતીયા ગામ ખાતે આવેલી જગ્યા એવી પાલનપીરની જગ્યા ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી રાજુભાઈ અઘારા ની વિશેષ ઉપસ્થિતિ માં મંદિર માં પુજા અર્ચના કરી મહંત શ્રી બાપુ નુ સન્માન કરવામાં આવ્યું સમાજ માટે સંતો એ પોતાના આચરણ અને તપ થકી જે સમાજ ઉન્નતિ ના રસ્તાઓ બતાવ્યા છે એની વાત મહંતશ્રી એ કરી હતી, ફરી એકવખત સમાજ વિશેષ રીતે પોતાના સર્વાંગી વિકાસ માટે થઈ સંતો એ બતાવેલ રાહ પર ચાલે એવો સૌ લોકો એ સંકલ્પ કર્યો હતો
આ પ્રસંગે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જેઠાભાઈ પારધી, કચ્છ જીલ્લા મોરચાના પ્રભારી શ્રી અશોકભાઇ ચાવડા, મોરબી જિલ્લા ભાજપ મંત્રી રસીકભાઈ વોરા, મોરબી જિલ્લા ભાજપ મંત્રી સંગીતાબેન વોરા, મોરબી તાલુકા પંચાયત ચેરમેન શ્રી રાજેશભાઈ પરમાર, જીલ્લા મોરચા પ્રમુખ બાબુભાઈ પરમાર, બંને મહામંત્રી શ્રી બળવંતભાઈ સનારીયા, નરેન્દ્રભાઈ સોલંકી સહિત મોરચાના ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી, કોષાધ્યક્ષ, કાર્યાલય મંત્રીશ્રી, તાલુકાનાં મંડળ ના પ્રમુખ અને મહામંત્રી શ્રી અને પદાધિકારીઓ, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા








