Friday, May 2, 2025

ભારતની સૌથી મોટી ટ્રેકિંગ સંસ્થા ઈન્વિન્સીબલ એનજીઓ માં મોરબીના બે યુવાનો નો ડંકો…

Advertisement
Advertisement
Advertisement

ભારતની સૌથી મોટી ટ્રેકિંગ સંસ્થા ઈન્વિન્સીબલ એનજીઓ માં મોરબીના બે યુવાનો નો ડંકો…

ઈન્વિન્સીબલ એનજીઓ ના છઠ્ઠા વાર્ષિક સમારંભમાં મોરબી જિલ્લાના બે યુવાનો પૈકી અજય કનેટીયા ને બેસ્ટ વોલેન્ટિયર અને સંકેત પૈજા ને સ્ટાર પરફોર્મન્સ નો એવોર્ડ મળ્યો હતો.

ગત તારીખ 13 માર્ચ 2022 ના રોજ અમદાવાદ સ્થિત ઈન્વિન્સીબલ એનજીઓ નો છઠ્ઠો વાર્ષિક સમારંભ યોજાયો હતો.

આ સંસ્થાની સાથે આપણા મોરબીના બે યુવાનો છેલ્લા ચાર વર્ષથી સાહસિક પ્રવૃતિઓમાં ભાગ લઇ અને યુવાનોને જાગૃતિ માટે સતત કામ કરી રહ્યા છે

આ સમારોહમાં મુખ્ય અતિથિ માં આદિત્ય ગઢવી (ગાયક કલાકાર), મૈત્રી પટેલ (યુવાન કોમર્શિયલ પાયલોટ) અને જલ્પા જૈન (entraprenuer) ઉપસ્થિત રહ્યા હતા.

આ સન્માન સમારોહમાં ત્રણ પ્રકારના એવોર્ડ અપાયા હતા તેમાં બેસ્ટ એવોર્ડ આપણા મોરબીના ગૌરવ સમાન અજય કનેટિયા ને મળ્યો હતો તેમજ સ્ટાર પરફોર્મન્સનો એવોર્ડ સંકેત પૈજા ને મળ્યો હતો

સંકેત અને અજયના‌ જણાવ્યા પ્રમાણે એ આ સંસ્થા પાસેથી ઘણું બધું શીખ્યા છે ઘણી બધી નવી નવી પ્રવૃત્તિઓ જેવી કે પહાડોના ચઢાણ શિબિરો પ્રકૃતિને જાણવું વગેરે વગેરે જેવા કાર્યો કરી રહ્યા છે અને લોકો ને આ પ્રવૃત્તિ વિશે જાગૃત કરી રહ્યા છે ખાસ કરીને યુવાનો મોબાઇલની દુનિયામાંથી બહાર આવીને પ્રકૃતિ ને જાણે એવો એ લોકોનું સંદેશો હતો.

Related Articles

Total Website visit

1,502,697

TRENDING NOW