Monday, March 16, 2026

ભારતનગર નજીક ITIમાથી 48 હજારના સાધનોની ઉઠાંતરી

Advertisement
Advertisement
Advertisement

મોરબી – માળીયા નેશનલ હાઇવે પર આવેલ ભરતનગર ગામના આઈટીઆઈ વર્કશોપમાંથી અજાણ્યો ઈસમ ૪૮ હજારના સાધનો ચોરી કરી ગયા હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી – માળીયા નેશનલ હાઇવે પર આવેલ ભરતનગર ખાતેના સંકટ નિવારણ કલા ભવન નામની આઇ.ટી.આઇ સંસ્થામા સ્ટોર રૂમ તેમજ ફીટર અને ટર્નર ટ્રેડ રૂમના તાળા તોડી કોઈ અજણ્યો ઘુસી ગયો હતો. સંસ્થાના વિવિધ વિભાગોમાં ખાંખાખોળા કરી ચોર અલગ અલગ ચીજ વસ્તુઓ તેમજ સાધનો મળી કુલ કિ.રૂ-૪૮૦૦૦/- ની ચોરી કરી ગયા અંગેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,597,576

TRENDING NOW