Friday, May 2, 2025

ભાણવડ ખાતે આજથી ફેમિલી કોર્ટનો પ્રારંભ 

Advertisement
Advertisement
Advertisement

ભાણવડ ખાતે આજથી ફેમિલી કોર્ટનો પ્રારંભ

ભાણવડ ન્યાય મંદિર ખાતે આજરોજ ફેમિલી કોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવેલ હતું.ફેમિલી કોર્ટનાં પ્રિન્સિપલ એન્ડ સિવિલ જજ ગીતા મેડમના હસ્તે ફેમિલી કોર્ટનું રિબિન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

ભાણવડમાં ફેમિલી કોર્ટનાં પ્રારંભથી સ્થાનિકોએ હવે ખંભાળિયા જવાની જરૂર નહી રહે ખાસ કરીને મહિલાઓને સુવિધા રહેશે.

જો કે આ ફેમિલી કોર્ટ ભાણવડ ખાતે દર શનિવારે કેમ્પ તરીકે જ કાર્યરત રહેશે ત્યારે મહિનાના બીજા અને ચોથા શનિવારે રજા આવતી હોઈ સંભવ છે મહિનામાં બે જ શનિવાર ફેમિલી કોર્ટનો કેમ્પ રહી શકે છે.

ફેમિલી કોર્ટનાં ઉદ્ઘાટન કાર્યક્રમમાં કોર્ટનાં પ્રિન્સિપલ એન્ડ જજ ગીતા મેડમનું સ્વાગત સન્માન બાર એસો.પ્રમુખ બળદેવભાઈ વારોતરીયા તેમજ સરકારી વકીલ હંસાબેન અંબાસણા દ્રારા બુકે આપી કરવામાં આવેલ હતું.

ઉદ્ઘાટન કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાણવડ બાર એસો. તેમજ અગ્રણી વકીલ ગિરધરભાઈ વાઘેલા અને તેમની ટીમ દ્રારા જહેમત ઉઠાવવામાં આવેલ.

Related Articles

Total Website visit

1,502,687

TRENDING NOW