Thursday, June 25, 2026

ભાજપ બીજા રાજ્યોમાં 450ના ભાવે ગેસ સિલિન્ડરનો વાયદો કરે છે તો ગુજરાતમાં શા માટે નથી આપતા?: ઈસુદાન ગઢવી

Advertisement
Advertisement
Advertisement

ભાજપ બીજા રાજ્યોમાં 450ના ભાવે ગેસ સિલિન્ડરનો વાયદો કરે છે તો ગુજરાતમાં શા માટે નથી આપતા?: ઈસુદાન ગઢવી

શું ગુજરાતના લોકો સાથે ભાજપની કોઈ દુશ્મની છે જેના કારણે તેઓ આ બધી સુવિધા ગુજરાતના લોકોને નથી આપતા?: ઈસુદાન ગઢવી

જો રાજસ્થાનમાં રૂ.450માં ગેસ સિલિન્ડર અને વર્ષ 2029 સુધી મફત અનાજ આપવું શક્ય છે તો ગુજરાતમાં કેમ નહીં?: ઈસુદાન ગઢવી

અમદાવાદ/ગુજરાત

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ સોશિયલ મીડિયાના માધ્યમથી ભાજપ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. આ દરમિયાન ભાજપના નેતા અને ગૃહમંત્રી અમિત શાહજીએ રાજસ્થાનની જનતાને વાયદો કર્યો છે કે રાજસ્થાનમાં ભાજપની સરકાર બન્યા બાદ મહિલાઓને 450 રૂપિયાના ભાવે ગેસ સિલિન્ડર આપવામાં આવશે. દસ લાખ સુધીનો ગરીબોનો સ્વાસ્થ્ય પરનો ખર્ચો સરકાર ઉઠાવશે અને 2029 સુધી ગરીબોને મફતમાં અનાજ આપવામાં આવશે. તો મારો એમને એક જ સવાલ છે કે જો રાજસ્થાનમાં આ બધું શક્ય છે તો ગુજરાતમાં કેમ નહીં?

ગુજરાતમાં 28 વર્ષથી ભાજપની સરકાર છે તો ભાજપ બીજા રાજ્યોમાં જે સેવાઓનાં વાયદા કરે છે તે તમામ સેવાઓ તેઓ પહેલા ગુજરાતમાં આપી શકે છે. શું ગુજરાતના લોકો સાથે કોઈ દુશ્મની છે જેના કારણે તેઓ આ બધી સુવિધા ગુજરાતના લોકોને નથી આપતા? ભાજપ બીજા રાજ્યમાં મફતની સુવિધાઓ આપે છે તો ગુજરાતમાં શા માટે નહીં? ભાજપે ગુજરાતની જનતાને આ તમામ સવાલોના જવાબ આપવા જોઈએ. ગુજરાતની જનતા હવે ભાજપની આ દોગલી નીતિને જાણી લે.

આમ આદમી પાર્ટી ગુજરાત

Related Articles

Total Website visit

1,609,336

TRENDING NOW