Saturday, March 7, 2026

ભાગીદારીમાં ધંધો કરવાની લાલચ આપી યુવક પાસેથી ૮.૫૦ લાખની છેતરપિંડી.

Advertisement
Advertisement
Advertisement

ભાગીદારીમાં ધંધો કરવાની લાલચ આપી યુવક પાસેથી ૮.૫૦ લાખની છેતરપિંડી.

મોરબીના ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા એક યુવકએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેમની સાથે એક શખ્સ દ્વારા ભાગીદારી કરવાની લાલચ આપી 8.50 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ ચિત્રકૂટ સોસાયટી શનાળા રોડ પર રહેતા નિરવભાઈ નગીનભાઈ સોલંકી એ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે આ કામના આરોપી ભુપતભાઈ ઉર્ફે રજનીભાઈ શિવાભાઈ બરાસરા દ્વારા ફરિયાદી સાથે માટીના વાસણો ધંધો કરવાની અને ભાગીદારી કરવાની લાલચ આપી ફરિયાદી પાસેથી 8.50 લાખ રૂપિયાની ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. ઉપરાંત આ કામના આરોપી ફરિયાદીને માટીના વાસણો બનાવવાનો ધંધો સાથે કરીએ તેવું કહી અને વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ પાસે જગ્યા ભાડે રાખેલ છે તે જગ્યા ફરિયાદીને બતાવી ધંધા અંગેનો માલ ખરીદવાનો હોય તેમ કહી અન્ય ખર્ચ પેટે અલગ અલગ જુદી જુદી તારીખે કટકે કટકે કુલ રૂપિયા કુલ ૮.૫૦ લાખ ફરીયાદી પાસેથી લઈ ફરિયાદી સાથે કોઈ ભાગીદારી કરારનામું કરેલ નથી અને ફરિયાદીને કોઈ હિસ્સો આપ્યો ન હોય અને જે જગ્યા ભાડે રાખી હોય તે બતાવેલ હોય તે જગ્યા પર બીજા લોકો કબજો કરીને બેઠા છે અને ત્યાં માટીનો માલ પણ હાલમાં છે અને ત્યારે આ કામના આરોપીના ઘરે જ્યારે ફરિયાદી દ્વારા પૈસાની માંગણી કરવા ગયેલ હોય ત્યારે ફરિયાદી સાથે વાત ન કરી હોય અને આરોપીએ તેમની દીકરીને વાત કરવા આગળ કરેલ હોય અને દીકરીએ કહેલ કે “તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ અમારે તમોને તમારી કોઈ રકમ આપવાની થતી નથી”આ રીતે આ કામના ફરિયાદી સાથે ઠગાઈ કરી હોય ત્યારે ફરિયાદી નિરવભાઈ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા માટે અરજી કરી છે.

Related Articles

Total Website visit

1,595,075

TRENDING NOW