મોરબી શહેરમાં ભક્તિનગર સર્કલથી ઉમિયા સર્કલ, નવા બસ સ્ટેશન, ગાંધી ચોક, નગર દરવાજા થઈને વી.સી. હાઇસ્કૂલથી નટરાજ ફાટકનો જે બિસ્માર રસ્તો છે. તે ડામર પટ્ટીથી રી-સરફેસિંગ કરવા રૂ. ૩ કરોડનો જોબ નંબર મેળવેલ તે અંતર્ગત ટેન્ડર પ્રક્રિયા પણ ઝડપભેર હાથ ધરાવી એજન્સી પણ મુકરર કરીને વર્ક ઓર્ડર આપી દેવામાં આવેલ છે. આમ, મોરબી શહેરનો ખૂબ મહત્વનો એવો આ રસ્તો ચોમાસા દરમિયાન વચ્ચે ઉઘાડ નીકળશે ત્યારે કામ ચાલુ કરી દેવા ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ માર્ગ-મકાન વિભાગના સ્થાનિક ઈજનેરોને સૂચના આપી છે.
વધુમાં ગાંધી ચોક પાસે સરકારી હોસ્પિટલ સામે જે સર્કલ આવેલું છે. ત્યાં નગરપાલિકા અને માર્ગ-મકાન વિભાગ દ્વારા સિમેન્ટ-કોંક્રીટથી આ જંકશનનું કામ થાય તેવું આયોજન પણ હાથ ધરાય રહ્યું છે. આમ, મોરબી શહેરનો અતિ મહત્વનો એવો ભક્તિનગર સર્કલથી છેક મહારાણા પ્રતાપ સર્કલ સુધીનો ૪.૫ કી.મી. નો રસ્તો પુનઃ ડામર સપાટીથી રૂ. ૩ કરોડના ખર્ચે રી-સરફેસિંગ થશે.