બ્રિજેશભાઈ મેરજાએ જુના ઘાંટીલા ગામે ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી
મંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં માળિયાના જુના ઘાંટીલા ગામે શક્તિ યુવા ગૃપ દ્વારા દૂધેશ્વર મહાદેવ મંદિરે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું
રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા માળીયાના જુના ઘાંટિલા ગામ ખાતેના દુધેશ્વર મહાદેવ મંદિર શક્તિ યુવા ગૃપ દ્વારા આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં પ્રેરક રીતે ઉપસ્થિત રહ્યા હતા.
જે કાર્યક્રમ અંતર્ગત મંત્રીએ શ્રાવણના પ્રથમ સોમવારે શંકર ભગવાનના ચરણોમાં શીશ જુકાવી જન કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.
આ કાર્યક્રમમાં સહકારી અગ્રણી મગનભાઈ વડાવીયા, શક્તિ યુવા ગૃપના સંયોજક નિકુંજભાઈ વીડજા, જુના ઘાંટીલા ગામના સરપંચ ઉમેશભાઈ જાકાસણીયા, અગ્રણી કેતનભાઇ વિડજા, અમુભાઈ વિડજા, સુભાષભાઈ પડસુંબીયા, સવજીભાઈ કેરાલીયા સહિત ઘાંટીલાના ગ્રામજનો તેમજ આસપાસના ગામમાંથી આવેલા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મંત્રીએ ગામના અગ્રણી સાગરભાઇ વિડજાના પિતાશ્રીનું નિધન થતા તેમના ઘરે જઈને સાંત્વના પાઠવી હતી.