મોરબીના બૌદ્ધનગર વિસ્તારમાં સાર્વજનિક જગ્યાને ગેરકાયદેસર વેચાણ કરતા બે ઇસમ વિરૂધ મોરબી ગ્રામ્યના મામલતદારે લાલ આંખ કરી છે. અને મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકે બન્ને ઈસમ વિરૂધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવી છે.
મોરબી ગ્રામ્યના મામલતદાર દિવ્યરાજસિંહ જાડેજાએ આરોપી અશોકભાઈ બાબુભાઇ કુરીયા, હુસેનભાઈ મુસાભાઈ પઠાણ (રહે.બન્ને ભડિયાદ) વિરૂધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) વિધેયક ૨૦૨૦ની કલમ હેઠળ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, આરોપી બૌદ્ધનગર સાર્વજનિક જગ્યા હોય તે જગ્યા પર ગેરકાયદેસર વેચાણ કરતા હોય જેની ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે બન્ને આરોપી વિરૂધ ગુનો રજી. કરી એફઆઇઆરની પ્રત મોરબી કોર્ટ તરફ મોકલવા તજવીજ કરી વધુ તપાસ એસસી/એસટી સેલના પોલીસ અધિક્ષક હર્ષ ઉપાધ્યાયે ચલાવી રહ્યા છે.