મોરબી: પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સુચના અને રાધીકા ભારાઇ નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ તથા સર્કલ પોલીસ ઇન્સપેકટર બી.પી.સોનારાના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં પ્રોહી/જુગારની બદી નાબુદ કરવા સુચના થય હતી. જે અનુસંધાને ટંકારા પોલીસ ટીમ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા.
તે દરમ્યાન બાતમી આધારે એક સફેદ કલરની બોલેરો ગાડી નં.GJ-07-Y-Z-2536 વાળીમાં ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂ MCDOWELLS-NO-1 સુપીરીયર વ્હીસ્કી ની બોટલ નં.420 (કિં.રૂ.12,6000) તથા ROYAL CHALLENGE CLASSIC PREMIUM WHISKYની બોટલ નં.60 (કિં.રૂ.24,000) તેમજ બોલેરો ગાડી મળી કુલ રૂ.35,0000 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. બોલેરો ગાડીના ચાલક આરોપી વિરૂધ્ધ પ્રોહિબિશન કલમ હેઠળ ગુનો નોંધી ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.