મોરબીના વાવડીરોડ નજીક પસાર થતી કેનાલ પાસે બાવળની કાટમાં ઇગ્લીશ દારૂનો જથ્થો રાખીને વેચાણ કરતો ઈસમને મોરબી સીટી એ ડીવીઝન સર્વેલન્સ પોલીસ ટીમે ઝડપી પાડ્યો છે.
મોરબી સીટી એ ડીવીઝન સર્વેલન્સ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ચકુભાઇ કરોતરા તથા સંજયભાઇ બાલાસરાને બાતમી મળેલ હતી કે, મકબુલ મહેબુબભાઇ દલવાણી (રહે.મોરબી પંચાસર રોડ ન્યુ જનક સોસાયટી વાળો) વાવડીરોડ કબીર આશ્રમ પાછળ કેનાલ પાસે બાવળની કાટમા ઇંગ્લીશદારૂ રાખી વેચાણ કરતો હોવાની બાતમી આધારે રેઇડ કરી હતી.
અને આરોપી મકબુલ દલવાણીને પાસેથી ભારતીય બનાવટની વિદેશીદારૂની મેકડોવેલ્સ નં.૧ સુપરીયર વ્હીસ્કી ઓરીજનલ ફોરસેલ ઇન હરીયાણા ઓન્લીની કાચની ૭૫૦ એમ.એલ ની કંપની સીલબંધ બોટલો નંગ.૯૬ (કિ.રૂ.૩૬૦૦૦) નો મુદામાલ કબ્જે કરી આરોપીની અટક કરવામાં આવી છે. જ્યારે આ દારૂનો જથ્થો આરોપી દક્ષ અનિલભાઇ સોમૈયા (રહે. ગાયત્રીનગર વાવડી રોડ મોરબી)વાળા પાસેથી લીધેલ હોય જેથી દક્ષ સોમૈયાને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.