મોરબી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન પદે કાર્યભાર સંભાળતાની સાથે જ અજયભાઈ લોરિયા દ્વારા લોકહિતના કાર્ય શરૂ કરવામાં આવ્યા છે. જેમાં આજે મોરબીના ભરતનગર નજીક ખોખરા-બેલા હનુમાન મંદિરવાળા રોડનું કામ છેલ્લા દોઢ-બે વર્ષથી કોઈ કારણસર બંધ પડેલ હતું.

જે ધ્યાને આવતા આજે મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરિયાએ રોડનું બાકી રહેલ કામ ચાલુ કરાવ્યું હતું. તેમજ કોન્ટ્રાક્ટરને કામ યોગ્ય રીતે કરવા તાકીદ કરી જરૂરી સૂચનો આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સતત લોકો વચ્ચે રહીને પ્રજાના લોક સેવક કહેવાતા અજય લોરિયાએ બાંધકામ સમિતિના ચેરમેન પદનો કારભાર સંભાળતાની સાથે જ મિટિંગો યોજી વિવિધ કામો શરૂ કરી દીધા છે.
