મોરબીના બગથળા ગામની સીમમાં આવેલ સાયનટેક પ્લાયવુડના કારખાનામાં રહેતા પ્રાણક્રિષ્ના પ્રભુ મંડલ ઉ.19 નામના મૂળ અસમના શ્રમિકે મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી ધીરજ કુમાર હરેન્દ્ર યાદવ, હરિઓમ ભીમ યાદવ અને બ્રિજેશ ભીમ યાદવ રહે. ત્રણેય બિહાર વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, પ્લાયવુડની સીટ મુકવા મામલે આરોપીઓ ઝઘડો કરતા સમજાવવા જતા આરોપીઓએ ગાળો આપી લાકડાના ધોકા વડે હુમલો કરતા ફરિયાદી તેમજ સાહેદ રાજાભાઈ બકુલભાઈ બરમન અને સાધુ મંડલને ઇજાઓ પહોંચાડી હતી. જે પૈકી રાજા બરમનને માથામાં હેમરેજ થઈ જતા સારવારમાં દાખલ કરેલ છે. આરોપીઓ હુમલો કરી નાસી જતા હાલમાં ત્રણેય વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
