(અહેવાલ: સુરેશ સોનગરા હળવદ)
હળવદ: ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા આજરોજ GIDC ટાંકી તથા વિનોબા ભાવે ગ્રાઉન્ડ પાસે રહેતા સ્લમ વિસ્તારના 65 બાળકોને ચપલનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ઉનાળાના ધગ ધગતા તાપમાં બાળકોને પગ ન બળે અને બાળકો ખુશ થાયએ હેતુથી કરવામાં આવ્યો. આ પ્રોજેક્ટના દાતા ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપના સભ્ય મયુરભાઇ પરમાર, ભાવિનભાઈ શેઠ અને પ્રકાશભાઈ સિંધવ રહ્યા હતા. આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે ગ્રુપના પ્રમુખ અજજુભાઈ, ગ્રુપના સભ્યો જયદીપ અઘારા, ઘનશ્યામ બારોટ, ભાવિન શેઠ, બિપીનભાઈ કાપડીયા, નરેશ ભરવાડ, શનિ ચૌહાણ, કાળુભાઇ ચૌહાણ, ધર્મેન્દ્રભાઈ મહેતા, ગૌરાંગ ચૌહાણ તથા ધીરેનભાઈ હાજર રહ્યા હતા.