Sunday, May 4, 2025

ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા રાહત દરે ચોપડા વિતરણ કરવામાં આવ્યું

Advertisement
Advertisement
Advertisement

હળવદ મા છેલ્લા ૬ વર્ષ થી ચાલતી સામાજિક સંસ્થા ની અગ્રેસર સંસ્થા એવી ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ રાહત દરે ચોપડા વિતરણ નું આયોજન કરવામાં આવ્યું
જેમાં ૧૦ હજાર જેટલા ચોપડા વિતરણ કરવામાં આવ્યું બે દિવસનો આ કાર્યક્રમ માત્ર બે કલાકમાં પૂર્ણ થયો લોકોની ભારે ભીડને કારણે બે દિવસ માટે જે વેચાણ થવાનું હતું તે બે કલાકમાં જ પૂરું થયું હજુ પણ આગામી સમયમાં વધુ 10000 ચોપડાનું વિતરણ કરવાનું ગ્રુપના સભ્યો નક્કી કરી રહ્યા છે તેવું ગ્રુપના પ્રમુખે જણાવ્યું હતું હળવદમાં છેલ્લા છ વર્ષથી સામાજિક સંસ્થાની એક અગ્રેસર સંસ્થા કે જે હળવદમાં સમાજને ઉપયોગી બની રહી છે જેનો હેતુ આર્થિક રીતે નબળા પરિવારોને જે મોંઘાદાટ શૈક્ષણિક ચોપડા લેવા પડતા હોય તેવા પરીવારો ને રાહત દરે ચોપડા મળે તેવા હેતુથી આયોજન કરવામાં આવે છે દાતાઓના સહયોગથી જાહેરાત લઈ ચોપડા વિતરણ કરવામાં આવે છે તેમજ જે જાહેરાત ની રકમ એકઠી થાય છે જેમાંથી દર વર્ષે ૧૦૦૦ થી વધુ બાળકોને વિનામૂલ્યે શૈક્ષણિક કીટ આપવામાં આવે છે આ પ્રોજેક્ટને સફળ બનાવવા ગ્રુપના પ્રમુખ તેમજ તમામ સભ્યો હાજર રહ્યા હતા

Related Articles

Total Website visit

1,502,742

TRENDING NOW