Friday, May 9, 2025

ફોર્બ્સની યાદીમાં સામેલ 100 પાવરફુલ વુમનમાં નાયકાના ફાલ્ગુની નાયર પોતાના માદરે વતન હળવદની મુલાકાતે

Advertisement
Advertisement
Advertisement

હળવદના દીકરી ફળગુનીબેને બચપણના સંસ્મરણો વાગોળી પીઠડ માતાજીના આશીર્વાદ મેળવ્યા

હળવદના લાડવા ,હળવદ નું તળાવ,હવેલી જેવા દરેક સ્થળો ને યાદ કર્યા

(અહેવાલ: ભવિષ જોષી હળવદ) ફોર્બ્સની યાદીમાં સામેલ ટોપ – ૧૦૦ પાવરફુલ બિઝનેસ વુમન તરીકેનો ખીતાબ મેળવનાર નાયકા ઇ કોમર્સ કંપનીના ચેર પર્સન એવા ફાલ્ગુની નાયર મોરબી જિલ્લા ના હળવદ શહેર ની દીકરી હોવાને નાતે અવારનવાર અહી પીઠડ માં ના દર્શને અને પોતાના દાદાના નિવાસસ્થાને અવશ્ય મુલાકાત લે છે. વોઈસ ઓફ મોરબીના પત્રકાર ભવિષભાઈ જોશી સાથે વાતચીત કરતા તેમને હળવદના ચુરમાના ના લાડુ અને વાલનું શાક યાદ કર્યું હતું.

નાયકા ઇ કોમર્સ કંપની આજે ઘરઘર માં જાણીતી છે. ત્યારે ભાગ્યેજ કોઈ ને ખબર હસે કે નાયકા કંપનીના ચેર પર્સન ફાલ્ગુનીબેન નાયર હળવદના દીકરી છે.૨૦૨૦ ફોર્ચ્યુંન ઇન્ડિયાની એન્યુઅલ રેન્કિંગ ૫૦ મોસ્ટ પાવરફુલ વુમન ઈન બિઝનેસમાં પણ તેમને સ્થાન મળ્યું છે. ફાલ્ગુનીબેન નાયરે કોટક મહિન્દ્રા બેંકમાં ઇન્વેસ્ટમેન્ટ બેંકર તરીકે કારકિર્દી શરૂ કરી યુકે તથા યુ.એસમાં તેની કામગીરી સંભાળી હતી.

ફાલ્ગુનીબેન નાયરે તેમના ભૂતકાળ ના સંસ્મરણો વાગોળ્યા હતા તેઓ વેકેશન માં અહીંયા આવતા ત્યારે હવેલી એ દર્શન કરવા જતાં અને તેઓ ઘરે પાણી આવતું હોવા છતાં પણ તેઓ પોતાની ખુશી માટે કુવે પાણી ભરવા જતા હતા. ફાલ્ગુનીબેન મૂળ હળવદના વતની છે અને ફોર્બ્સ ની ૧૦૦ પાવરફુલ યાદીમાં ફાલ્ગુનીબેને એક સફળ બિઝનેસ વુમનનો ખીતાબ પોતાને નામ કર્યો છે.

Related Articles

Total Website visit

1,502,820

TRENDING NOW