ફુલ દુર્ઘટના ના આરોપી જયસુખ પટેલના સમર્થનમાં સીરામીક એસોસિએશન.
મોરબીની પુલ દુર્ઘટના બાદ ત્રણ મહિના સુધી કેસ અદાલતમાં ચાલ્યું હતું બાદ આરોપી જઈસુ પટેલે કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. બાદ તેમના સાત દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા ત્યારે મોરબીની અનેક સંસ્થાઓ જયસુખ પટેલના સમર્થનમાં આવી હતી ત્યારે આજરોજ સીરામીક એસોસિએશન એ પણ જયસુખભાઈ પટેલને સમર્થન જાહેર કર્યું છે.
મોરબી સિરામિક એસો દ્વારા પણ જયસુખ પટેલના સમર્થનમાં પત્ર લખી ઓરેવા ગ્રુપે મોરબીની તમામ જ્ઞાતિ માટે કરેલા કામોને યાદ કરીને મૃતકોના પરિવાર માટે સંવેદના વ્યક્ત કરી છે તેમજ ઘટનાનો ભોગ બનેલા ૩૫ જરૂરિયાતમંદ પરિવારોને સિરામિક પરિવાર દ્વારા એક વર્ષ સુધી દર મહીને જરૂરી રાશન કીટ પહોંચાડવાની વ્યવસ્થા કરી દુખની ઘડીમાં સિરામિક એસો પરિવાર સાથે હોવાનું જણાવ્યું છે