મોરબીની આદર્શ સોસાયટીમા પ્લમ્બીંગ કામ કરવા બાબતે બોલાચાલી કરી ત્રણ શખ્સોએ યુવાનનેને મારમારી જાનથી નાખવાની ધમકી આપ્યા હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ માથકમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી-૨ના વેજીટેબલ રોડ પર આવેલ આદર્શ સોસાયટીમાં પ્લમ્બર કામ કરી ગુજરાન ચલાવતા કલ્યાણજીભાઇ ધરમશીભાઇ ડાભી (ઉ.વ.-૩૮) સાથે ધીરૂભાઇ આહિર, અશ્વિનભાઇ આહિર, રાજકુમાર નામના ત્રણ શખ્સોએ પ્લમ્બીંગ કામ કરવા બાબતે બોલાચાલી કરીને બેફામ ગાળો આપી હતી આ દરમિયાન આરોપીઓએ લોખંડના પાઇપ તથા સેન્ટ્રીંગના લાકડાના ટુકડા વડે ફરીયાદીને આડેધડ મારમારીને પતાવી દેવાની ધમકી આપી હતી. જે અંગે કલ્યાણજીભાઈએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા આગળની તપાસ હાથ ધરી છે.