Friday, May 9, 2025

પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી 2 વર્ષ બાદ ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી: મધ્યપ્રદેશ રાજયના અલીરાજપુર જિલ્લાના ઉદયગઢ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા ૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડ/એલ.સી.બીની ટીમે ઝડપી પાડ્યો છે.

મોરબી જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા અંગે વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બીને સુચના આપતા એન.બી.ડાભી પો.સબ.ઇન્સ. એલ.સી.બીના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા પેરોલ ફર્લો સ્કવોડ/એલ.સી.બી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન મધ્યપ્રદેશ રાજયના અલીરાજપુર જીલ્લાના ઉદયગઢ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હાની ઓરોપીની તપાસમા આવતા પેરોલ ફર્લો સ્કવોડ/એલ.સી.બીની ટીમે આરોપી બનસીંગ સરદારભાઇ ડાવર (રહે.આમજીરી થાના-આંબવા તા.જોબટ જી.અલીરાપુર (એમ.પી.)વાળાને જેતપર ગામના બસ સ્ટેન્ડ પાસેથી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે ઉદયગઢ પોલીસ સ્ટેશનની ટીમને સોપી આપેલ છે.

Related Articles

Total Website visit

1,502,820

TRENDING NOW