
(અહેવાલ: ભવિષ જોષી હળવદ)
મિયાણી ગામના દલિત સમાજના બંને વીર જવાન ભાઈઓનું તમામ સમાજના લોકોએ સહૃદય સ્વાગત સન્માન કરી સામાજિક સમરસતાનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
હળવદ તાલુકાના મિયાણી ગામના વતની બે સગા ભાઈઓ ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવી દેશના સીમાળાઓની રક્ષા કરતા હતા. ત્યારે વય મર્યાદાના કારણે નિવૃત થતા સમસ્ત મિયાણી ગામે ઉમળકાભેર આવકારી બંને વીર જવાન બંધુઓનું સ્વાગત અને સન્માન કર્યું હતું.

હળવદ તાલુકાના મિયાણી ગામના વતની જેઓ ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવી વય મર્યાદાના લીધે નિવૃત થતાં નરસિંહભાઈ મનજીભાઈ પરમાર નિવૃત થતા તેમના માદરે વતન પરત ફર્યા હતા. તેમના સગા ભાઈ મુકેશભાઈ મનજીભાઈ પરમાર પણ ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવી 2 વર્ષ પહેલાં વય મર્યાદાના લીધે નિવૃત થયા હતા. પરંતુ કોરોના મહામારીના કારણે તેમનું સન્માન થઈ શક્યું નહોતું ત્યારે તેમના ભાઈ વય મર્યાદાના કારણે સેવા નિવૃત થતાં આજરોજ સમસ્ત મિયાણી ગામ દ્વારા ભારતીય સેનામાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવીને માદરે વતન પરત આવતા બંને ભાઈઓનું સમસ્ત ગ્રામજનો દ્વારા વાજતે ગાજતે સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.

તથા ભવ્ય સન્માન સમોરોહનું પણ મિયાણી પ્રાથમિક શાળા ખાતે આયોજન કરાયું હતું. હળવદ તાલુકાનું ગૌરવ એવા દલિત સમાજના બંને ભાઈઓનું ગામના તમામ સમાજના આગેવાનોએ સાલ મોઢાળી સન્માન પત્ર આપી સ્વાગત કર્યું હતું. આ તકે મિયાણી શાળાના ફરજ બજાવી વર્તમાન સમયે ટિકર સરકારી શાળા ના આચાર્ય ચતુરભાઈ પાટડીયાએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. કાર્યક્રમમાં ભારત માતા કી જય , વંદે માતરમના નાદથી વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું. આ કાર્યક્રમમાં મિયાણીના સમસ્ત ગ્રામજનો તેમજ મિયાણી પ્રાથમિક શાળા દ્વારા અને હળવદ ભાજપ પરિવાર અને રોટરી કલબ ટીકર અને આંબેડકર ગ્રૂપ ટીકર સ્ટાફ તેમજ ગામના તમામ સમાજના લોકોએ વિવિધ મોમેન્ટો અને સાલ અને ફૂલના ફૂલના હાર પહેરાવી સ્વાગત કર્યું હતું.

કાર્યક્રમની શુભ શરુયાત દીપ પ્રાગટય કરી અને પ્રારંભ કર્યો હતો. ત્યારબાદ મિયાણી શાળાના પૂર્વ શિક્ષક હસમુખભાઈ જાદવ સહિત કોરોનાના કારણે અવશાન પામનારાઓના આત્માને શાંતિ માટે 2 મિનિટ મૌન પાડ્યું હતું. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીતનું સમૂહમાં ગાન કર્યું હતું. અને કાર્યક્રમ બાદ ગામના મુખ્ય માર્ગમાં ભારત માતા કી જયના નારા સાથે રેલી નિકળી હતી. ત્યારે આખું ગામ દેશ ભક્તિના રંગે રંગાઈ ગયું હતું. આ કાર્યક્રમને સફળ બનાવા માટે ગામ ના વિકાસ કુરિયા, નિલેશભાઈ આહીર, કેતનભાઈ પરમાર, ટીનેશભાઈ કુરિયા, શૈલેષભાઈ ઝીંઝુવાડિયા તેમજ મિયાણી પ્રાથમિક શાળાના સમગ્ર સ્ટાફ એ ભારે જહેમત ઉપાડી હતી.






