“પ્રેમ- આપણા કરતાં વધારે આપણું”❤️
પ્રેમ શબ્દ સાંભળતાં દરેક વ્યક્તિના મનમાં એક અનોખો અનુભવ થાય છે. લાગણી, ચાહના, હેત ,કાળજી, ઈમોશન જે પણ શબ્દ ગણીએ તેની એક ફીલિંગ આવી જાય છે. પ્રેમ એ અવ્યાખ્યાયિત પદ છે જેનો અંત નથી કે માપન નથી. તે દિલમાંથી ઉદ્ભવેલી ગહેરાઈ ભરેલી લાગણી છે. જ્યારે આ શબ્દ સાંભળી ત્યારે જે વ્યક્તિ પહેલા મનમાં આવે છે તે પ્રેમ છે. “સાયન્સ માટે પ્રેમ એટલે કેમિકલ ચેન્જીસ છે ,સાયકોલોજીકલ સમજવા જઈએ તો પ્રેમ એ એક મગજ સાથે સંકળાયેલ ફેરફાર છે” ,પરંતુ દિલથી જોવા જઈએ તો પ્રેમ ની કોઇ વ્યાખ્યા નથી. માત્ર પ્રેમ એ એક એહસાસ છે .જે આ ભીડભાડ અને મુશ્કેલી ભરી દુનિયામાં કોઈ આપણા થી પણ વધારે આપણું છે ,કોઈની મુશ્કેલી જ આપણી મુશ્કેલી, કોઈની ખુશી જ આપણી પ્રાયોરિટી છે ,કોઈના સપના આપણે પૂરા કરવા ,કોઈની સાથે રહી દુનિયા ભૂલી જવી એટલે પ્રેમ.
14 ફેબ્રુઆરી કેજે સંત વેલેન્ટાઇન ડેના નામ પરથી વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કરવામાં આવી રહ્યો છે .પ્રેમ, મહોબ્બત, ઇશ્ક વગેરે ઈઝહાર કરવાનો દિવસ. આખું વર્ષ તેની ઝલક જોવા કોલેજની સો ટકા હાજરી. તેનું ડીપી જોઈને મનમાં ને મનમાં હરખાવું. લાસ્ટ સીન ચેક કરતું રહેવું અને finally તેને પોતાની દિલની વાતનો ઈઝહાર કરવો, પરંતુ પ્રેમ નો કોઈ એક દિવસ કે મહિનો નથી. જ્યારે કોઈને તમે પ્રેમનો ઈઝહાર કરો છો તેનો જે જવાબ હોય તે સ્વીકારવો હા કે ના એ તેની ચોઇસ છે, પરંતુ જ્યારે તમે તમારા પ્રેમનો ઈઝહાર કરો છો એટલું પૂરતું નથી પરંતુ સાચી જવાબદારી હવે આવે છે. માત્ર કેન્ડેલાઈટ ડિનર કે ગીફ્ટ આપવાથી કે સપના દેખાડવા એ પ્રેમ નથી ,પરંતુ મુસીબત ના સમય સાથે રહેવું .જે સપના પૂરા થાય તે દેખાડવા, પોતાની વાસ્તવિકતાનો પરિચય સાથે રહેવું. પોતાના કરતાં પણ વધુ બીજા ની કાળજી ,ચિંતા કરવી જાહેરમાં તેને સ્વીકારી શકો તો જ તેને પોતાની બનાવી. પ્રેમ ને લગ્ન મંડપ સુધી પહોંચાડવા હિંમત રાખવી. એટલીસ્ટ, પ્રયત્ન તો કરવા જ નહીં કે બહાના કાઢી મૂકી દેવા .સો નસીબમાં ન હોય તો પ્રેમ ન મળે તોપણ તે પહેલા મર્યાદા ન ઓળંગવી. માત્ર પોતાનો સ્ટેટસ દેખાડવા કે ગર્લફ્રેન્ડ છે એમ અથવા હવશ પૂરી કરવા ખોટા પ્રેમનો નાટક ન કરવો. પ્રેમ એટલે તમે એકબીજાની મૌનની ભાષા સમજી શકો તે નહીં કે તમે શરીરને જ ઓળખો . પ્રેમ એ અલૌકિક અહેસાસ છે એકબીજાને સ્પર્શ કર્યા વગર પણ સાત્વિક પ્રેમ થઇ શકે છે. છોકરીઓએ પણ પોતાના ખર્ચા ઉઠાવવા કોઈ સાથે પ્રેમ નો નાટક ન કરવો કારણકે મનથી ભાંગેલ છોકરાઓને રડવા માટે સહારો નથી મળતો જ્યારે છોકરીઓને તે સહેલાઇથી મળી શકે છે. છેલ્લે ફેમિલી હા નહીં પાડે એમ કરીને નીકળી ન જવું. એવું જ હોય તો પહેલાથી જ કોઈની સાથે રિલેશનશિપમાં ન આવવું.
એક દિવસ તમે પ્રેમનો ઈઝહાર કરો છો, પરંતુ તેને નિભાવવાનો lifetime રહેશે માણસ નફરત તરત જ સમજી જશે, પરંતુ પ્રેમને સમજવામાં વર્ષો નીકળી જાય છે તેથી એકબીજાની લાગણીઓને સમયસર સમજીએ
” મહોબ્બત એક વિલાયત હે વો ખુશ નસીબ પે ઉત્તરથી હૈ
યો વો નગમાં હૈ જો હર સાઝ પે ગાયા નહીં જાતા હે“
લેખિકા –મિત્તલ બગથરીયા