Sunday, May 4, 2025

મોરબીમાં બી.આર.સી ભવન ખાતે પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

દુર્દમ્ય કર્મયોગી એવાં નરેન્દ્રભાઈ મોદી રચિત ઉપર ની પંક્તિઓ જ બોર્ડ ની પરીક્ષાઓમાં બેસનારા વિદ્યાર્થીઓ માટે હકારાત્મકતા કેળવવા માટે નું રસાયણ છે. પરીક્ષા પે ચર્ચા ના આજ ના પ્રધાનમંત્રી ના સંવાદ માં વિદ્યાર્થીઓ ને પરીક્ષા માં કેવી રીતે સફળ થવું એ નો મંત્ર તો હતો જ સાથે સાથે જીવન ની પરીક્ષાઓ માં કઈ રીતે સફળ થવું એનું પણ મોટિવેશન હતું. વિદ્યાર્થીઓની સાથે તેમના વાલીઓ અને શિક્ષકો ને પણ માર્ગદર્શન મળી રહેએના ભાગ રૂપે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં સમગ્ર ભારત વર્ષમાંથી આવેલ વિદ્યાર્થીઓએ પ્રધાનમંત્રી સાથેના સંવાદનું બી.આર.સી ભવન મોરબીના હોલમાં લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું.

બી.આર.સી.ભવન મોરબી ખાતે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લા કલેકટર જે.બી.પટેલ સાહેબ, ડી.ડી.ઓ. ભગદેવ, જિલ્લા શિક્ષણ અધિકારી સોલંકી સાહેબ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કાવરની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રીના વિદ્યાર્થીઓ સાથેના સંવાદનો લાઈવ કાર્યક્રમનું આયોજન થયું હતું.

જેમાં ત્રાજપર, કલ્યાણ ગ્રામ તેમજ પોટરી તાલુકા શાળાના વિદ્યાર્થીઓ તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યા
આ કાર્યક્રમને સફળ બનાવવામાં બી.આર.સી. કો-ઓર્ડીનેટર ચિરાગભાઈ આદ્રોજા, સી.આર.સી.કો-ઓર્ડીનેટર રાકેશભાઈ કાંજીયા, રીકીતભાઇ વિડજા, ચંદ્રકાન્તભાઈ બાવરવા, હરદેવભાઇ ડાંગર તેમજ બી.આર.સી ટીમ મોરબી ની વિશેષ ભૂમિકા રહી.

Related Articles

Total Website visit

1,502,732

TRENDING NOW