પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – ખાખરાળા દ્વારા મેલેરિયા અને ડેન્ગ્યુ રોગ અટકાયતી માટે હાઉસ ટુ હાઉસ સર્વે હાથ ધરવામાં આવ્યુ. પ્રા.આ.કેન્દ્ર-ખાખરાળા ના ડો.એસ.એચ.જીવાણી સાહેબ ની સુચના મુજબ મ.પ.હે.સુ- ખાખરાળા ના કે.કે. કાલરીયા ના માગઁદશઁનમા પ્રા.આ.કેન્દ્ર-ખાખરાળા ના નીચે આવતા સેજાના ગામો જેમાં ખાખરાળા,જેપુર,લુટાવદર,પીપળીયા,માનસર,વનાળીયા વગેરે ગામમા જૂન માસ મેલેરિયા વિરોધી માસ નિમીતે શાળાઓમાં ગપ્પી ફીશ તેમજ મેલરીયા-ડેંગીયુ ના મચ્છર ના પોરા નિદશઁન શાળા મા બતાવવામા આવેલ તેમજ ગામમા પત્રીકા વિતરણ કરવામા આવેલ
ગામમા મેલરીયા ડેંગીયુ ચીકન ગુનીયા જેવા રોગો વિશે જનજાગૃતી ફેલાવવામા આવી
મચ્છર ના પોરા માછલીઓ કઈ રીતે ખોરાકમાં લે તે લાઈવ શાળા ના બાળકો ને બતાવવામા આવીયુ
મેલરીયા,ડેંગુ જેવા રોગો થતા અટકાવવાના પ્રયાસ કરવામા આવેલ છે .
આ સાથે દરેક ગામમા પાણીમાં કલોરીનેશન ચેક કરવાની કામગીરી તેમજ પાણીજન્ય રોગચાળો અને મચ્છર જન્ય રોગચાળા વિશે લોકોને માહિતગાર કરવામા આવેલ.
સબ સેન્ટર લૂંટાવદર માં ફરજ બજાવતા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર અરવિંદ પરમાર દ્વારા પોતાના સબ સેન્ટર ના ગામ લુટાવદર અને પીપળીયા માં માયક પ્રચાર કરી મેલેરિયા વિશે જાહેરાત કરવામાં આવી.





