આજરોજ તારીખ-૦૧/૦૩/૨૦૨૪ ના રોજ પ્રા આ કેન્દ્ર-ખાખરાળા ને એમ્બ્યુલન્સ અપઁણ કરવામાં આવી માન.ધારાસભ્યશ્રી ટંકાર-પડધરી ની વષઁ ૨૦૨૧-૨૨ ની ગ્રાન્ટ માંથી ૧૩.૧૫ લાખ રૂપિયા ની કીંમતની એમ્બ્યુલન્સ આજરોજ પ્રા.આ.કેન્દ્ર-ખાખરાળા ને આરોગ્ય સમીતી ચેરમેન શ્રીમતિ સરોજબેન વાઘજીભાઈ ડાંગરોચા ના હસ્તે અપઁણ કરવામા આવેલા. આ પ્રસંગે માન. જીલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રજાપતિ સાહેબ , મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.કવિતા જે દવે , જીલ્લા વહીવટી અધિકારી શ્રી એમ.વી.જોષી , અધિક જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. ડી બી મહેતા ,તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો.રાહુલ કોટડીયા તથા તબીબી અધિકારીશ્રી ડો.એસ.એચ.જીવાણી વગેરે હાજર રહેલ. આ તકે માન.જીલ્લા વિકાસ અધિકારી શ્રી જે એસ પ્રજાપતિ સાહેબ દ્વારા જણાવવામા આવેલ કે લોકોમા આરોગ્ય સુખાકારી માં વધારો થાય અને આરોગ્ય કેન્દ્ર દવારા આરોગ્ય ની વધુમા વધુ સેવાઓ મળે તે સુનિશ્વિત કરવા જણાવેલ.







