પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દલડી ખાતે દાતાઓ ના સહયોગ થી ટીબી ના દર્દીઓ ને ન્યુટ્રીશીયન કીટ નું વિતરણ કરવા માં આવ્યું…

આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દલડી ખાતે પ્રધાનમંત્રીશ્રી ના માનવતા માટે ના આહવાન જન ભાગીદારી થકી ટી.બી. નિર્મૂલન માટે ના અભિયાન અંતર્ગત પ્રા.આ.કે. દલડી ખાતે શરૂ હોય એવા ટી.બી. ના ૧૦ જેટલા દર્દીઓ ને દવા સાથે સારો મળે એ હેતુસર વિવિધ દાતાઓ ના સહયોગ થી ન્યુટ્રીશિયન કિટ નું વિતરણ કરવા માં આવ્યું હતું.
જેમા દાતાઓ તરીકે ડો. અજય ચાવડા, રૂપલબેન નિમાવત, કાલુભાઈ આંત્રેશા, વંદનાબેન સોલંકી, ડી.બી. ધોરીયા, નેહાબેન નંદાસીયા, ફિરોઝભાઇ ખોરજીયા દ્વારા આ કીટ આપવા માં આવેલ હતી.







