પ્રવીણ સાથે મિત્રતા રાખવાની ના પાડી ત્રણ ઈસમોએ બે યુવકોને માર માર્યો.
મોરબી તાલુકાના ઘુંટુ ગામે યુવકને અને નરેશભાઈને બંનેના મિત્ર પ્રવિણની સાથે મિત્રતા ન રાખવા જણાવી બેફામ ગાળો આપી ત્રણ શખ્સોએ યુવકને લાકડી વડે માર માર્યો તથા સાહેદ નરેશભાઈને મુંઢમાર માર્યો હોવાની ભોગ બનનાર યુવકે ત્રણે શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘુંટુ ગામે રહેતા સુનીલભાઈ જયંતિભાઈ જોગડીયા (ઉ.વ.૨૩) એ આરોપી રવિભાઈ પરસોતમભાઈ માનેવાડીયા, રવીભાઈ અશોકભાઈ વરાણીયા તથા રાહુલભાઈ રાજુભાઇ દુદકીયા રહે. બધા ત્રાજપર તા.મોરબી વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૮-૦૩-૨૦૨૩ ના રોજ બપોરના અઢી વાગ્યે આરોપીઓએ ફરીયાદી તથા સાહેદ નરેશભાઇને બંનેના મિત્ર પ્રવિણની સાથે મિત્રતા ન રાખવા જણાવીને બેફામ ગાળો આપીને ત્રણે આરોપીઓએ હાથમા લાકડીઓ વડે ફરીયાદી તથા નરેશભાઈને સાથે આડેધડ માર મારતા જેમા ફરીયાદીને શરીરે સામાન્ય મુંઢ ઇજાઓ તથા નરેશભાઇને શરીરે સામાન્ય મુંઢ ઇજાઓ તથા નાક ઉપર ઇજાઓ પહોચાડી હતી. આ બનાવ અંગે સુનીલભાઈએ ત્રણે આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.