Saturday, March 14, 2026

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા સુપ્રસિદ્ધ અભિનેત્રી  રવિના ટંડન..

Advertisement
Advertisement
Advertisement

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા સુપ્રસિદ્ધ અભિનેત્રી રવિના ટંડન..

સોમનાથ તા.૧૮/૧ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શને ફિલ્મ અભિનેત્રી સુશ્રી રવિના ટંડન પોતાના પુત્રી સાથે આવેલ હતા. તેઓએ શ્રી સોમનાથ મહાદેવના અલૌકિક સ્વરૂપના દર્શન કરીને ધન્યતા વ્યક્ત કરી હતી. સોમનાથનો જલાભિષેક કરી તેઓએ હરહર મહાદેવ ના નાદ સાથે સોમનાથ મહાદેવને શીશ નમાવ્યું હતું. આ તકે શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી પૂજારી શ્રી દ્વારા સુશ્રી રવિના ટંડનને સોમનાથ મહાદેવનો પ્રસાદ આપી શુભાશિષ પાઠવવમાં આવ્યા હતા.

સુશ્રી રવિના ટંડને સોમનાથ મંદિર વ્યવસ્થાપન અને ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી યાત્રી સુવિધા અને સમાજ ઉત્કર્ષની કામગીરી તેમજ પ્રકૃતિ રક્ષણ માટે કરવામાં આવતા શ્રી સોમનાથ ટ્રસ્ટના કાર્યો વિશે જાણીને શ્રી સોમનાથ ટ્રસ્ટની ઉત્તમ યાત્રી સુવિધાઓને અભિનંદન આપ્યા હતા તેમજ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં સોમનાથ તીર્થ ક્ષેત્રમાં થયેલ વિકાસ અંગે પ્રધાનમંત્રીશ્રીનો આભાર પ્રગટ કર્યો હતો.
.

Related Articles

Total Website visit

1,597,046

TRENDING NOW