પોરબંદરમાં ગરીબ દર્દીઓના મસીહા તરીકે જાણીતા ડો. ભરત ગઢવીને “નેશનલ ગોલ્ડ મેડાલીસ્ટ પદ્મ એવોર્ડ” એનાયાત
મોરબી: પોરબંદર શહેરમાં ગરીબ દર્દીઓના મસીહા તરીકે જાણીતા
સનિષ્ઠ, સેવાભાવી, લોકપ્રિય તબીબ ડો. ભરતભાઈ ગઢવી કે જેઓ પૂર્વ સી.એમ.ઓ છે અને સાંદિપની વિદ્યાનિકેતનના ટ્રસ્ટી અને ચીફ મેડિકલ કેમ્પ કો- ઓર્ડીનેટર છે તેમને દિલ્હીના ભારત રત્ન પબ્લિશિંગ હાઉસ મારફતે “નેશનલ ગોલ્ડ મેડાલિસ્ટ પદ્મ એવોર્ડ” એનાયત થતા પોરબંદરના લોકપ્રિય સાંસદ રમેશભાઈ ધડુકનાના વરદ હસ્તે
ડો. ભરતભાઈ ગઢવીને આ એવોર્ડનું પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવેલ છે.
પોરબંદરની અનેક સેવાભાવી અને સામાજિક સંસ્થાઓ દ્વારા યોજાતા વિવિધ મેડિકલ કેમ્પમાં
ડો. ભરતભાઈ ગઢવી હંમેશા પોતાની માનદ સેવા આપતા હોય છે. તેમને આ પૂર્વે પણ અનેક નેશનલ અને ઇન્ટરનેશનલ એવોર્ડ પ્રાપ્ત થયેલ છે.