Tuesday, March 10, 2026

પૈસાની લેતી દેતી બાબતે યુવકને બે શખ્સોએ માર માર્યો

Advertisement
Advertisement
Advertisement

ટંકારા ના ખીજડીયા ચોકડી પાસે રહેતા આ કામના ફરિયાદીએ બે શખ્સો વિરુદ્ધ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીએ આરોપીના મોટાભાઈના ગાડીના ત્રણ હપ્તા ભર્યા હોય અને આરોપી આ કામના ફરિયાદી પાસેથી 50000 રૂપિયા માંગતા હોય ત્યારે આ કામના આરોપી ફરિયાદી પાસે રૂપિયા માગવા જતા ફરિયાદીએ કહ્યું કે તમારા ભાઈ પાસે રૂપિયા લઈ લો ત્યારે આરોપીને સારું નહીં લાગતા આરોપી તેમજ તેમની સાથે રહેલ એક દ્વારા યુવકને છરી અને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો

આ અંગે મળતી માહિતી મુજબ ટંકારાની ખીજડીયા ચોકડી પાસે રહેતા રફીકભાઈ આદમભાઈ માડકીયા (ઉ.વ.૩૮) એ આરોપી શાહરૂખ આરીફભાઈ પરમાર તથા ઇરફાન પરમાર રહે. બંને મોરબીવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આરોપી શાહરુખના મોટાભાઈની ગાડીના ત્રણ હપ્તાના રૂપીયા ૪૬,૫૦૦/- ભરેલ હોય તે લેવાના બાકી હોય અને આરોપી શાહરૂખને ફરીયાદી પાસે રૂ. ૫૦,૦૦૦/- માંગતા હોય જેથી આરોપી શાહરૂખ ફરીયાદી પાસે આવી પોતાના રૂપીયા પરત આપી દેવા બાબતે કહેતા ફરીયાદીએ તેના ભાઈ પાસેથી લઈ લેવાનુ કહેતા આરોપીઓને સારૂ નહિ લાગતા બંને આરોપીઓએ ફરીયાદી પર છરી વડે હુમલો કરી ઈજા કરી ફરીયાદીને ધોકા વડે માર મારી જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,243

TRENDING NOW