પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ના માર્ગદર્શન હેઠળ ભગવાન શિવનાં પાર્થેશ્વર શિવલિંગ બનાવી ભગવાન શિવની આરાધના કરવામાં આવી
તારીખ ૨૮/૦૭/૨૦૨૫ ને શ્રાવણ મહિના ના પ્રથમ સોમવાર ના રોજ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ના માર્ગદર્શન હેઠળ ભગવાન શિવનાં પાર્થેશ્વર શિવલિંગ બનાવી ભગવાન શિવની આરાધના કરવામાં આવી પૂજ્ય ગાયત્રીબા સાથે સૌ શ્રી વિહળ શક્તિ ગ્રુપ ના બહેનો અને ખૂબ મોટી સંખ્યા માં બહેનો દ્વારા પાર્થિવ શિવલિંગ બનાવી બ્રાહ્મણ દ્વારા વિધિવિધાન પૂજન સાથે ભોજન પ્રસાદ લઈ સાંજે વિધિવિધાન પૂજન કરી શિવલિંગ નું ગોમા નંદીના પાણી માં વિસર્જન કરવામાં આવ્યું
અહેવાલ કનુભાઈ ખાચર








