પુસ્તક પરબ ટંકારા આયોજિત ગીતા મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરાઈ. દર મહિના ના પ્રથમ રવિવારે યોજતા પુસ્તક પરબ માં નાના બાળકો ને શ્લોક સ્પર્ધા તેમજ મોટા બાળકો ને વકતૃત્વ સ્પર્ધા તેમજ ત્રીજી કેટેગરી માં ક્વિઝ નું આયોજન કરાયું હતું.અને ટંકારા વાસી ઓ દ્વારા આ મહોત્સવ માટે ખૂબ જાગરૂકતા જોવા મળી.બાળકો ને પ્રથમ,દ્વિતીય અને તૃતીય નંબર આપી ને પ્રોત્સાહિત કરાયા તેમજ તમામ સ્પર્ધક ને પણ સુંદર ભેટ અપાઇ.




