Monday, March 16, 2026

પુલ દુર્ઘટનામાં માતા- પિતાની છત્રછાયા ગુમાવનાર બાળોકોના સંપૂર્ણ અભ્યાસની જવાબદારી મોરબી દિલ્હી પબ્લિક સ્કૂલ નિભાવશે, સ્કુલનો સંપર્ક કરવા કરાયો અનુરોધ

Advertisement
Advertisement
Advertisement

પુલ દુર્ઘટનામાં માતા- પિતાની છત્રછાયા ગુમાવનાર બાળોકોના સંપૂર્ણ અભ્યાસની જવાબદારી મોરબી દિલ્હી પબ્લિક સ્કૂલ નિભાવશે, સ્કુલનો સંપર્ક કરવા કરાયો અનુરોધ

મોરબી: મોરબીમાં આવેલ ઝુલતા પુલ દુર્ઘટનામાં જે બાળકોએ પોતાનાં માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે તેવા બાળકોના સંપૂર્ણ અભ્યાસની જવાબદારી નિભાવવાના આશયથી અમારી શાળા દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ – મોરબી સદરહુ વિદ્યાર્થી અથવા તેમના સાગા-સંબંધી શાળાનો સંપર્ક કરવા માટે અનુરોધ કરેછે. ઉલ્લેખનીયછે કે દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ- મોરબી CBSE સંલગ્ન શાળા હોઈ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શાળાનો સંપર્ક કરે તે અપેક્ષિત છે.

તાજેતરમાં થયેલ દુઃખદ બનાવને અનુલક્ષીને તેમજ મોરબી સ્વનિર્ભર શાળાસંચાલક મંડાળનાં પ્રમુખ દવારા કરવામાં આવેલ અનુરોધનાં સમર્થનમાં તદુપરાંત સમાજ પ્રત્યેની પોતાની નૈતિક જવાબદારી નિભાવના ભાગ રૂપે મોરબીમાં આવેલ દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ – મોરબીના સંચાલકો દવારા આ નિર્ણયને અનુમોદન આપવામાં આવેલ છે. વિપત્તિના કપરા સમયે એક પરિવાર રૂપી ભાવનાથી મોરબીમાં આવેલ ‘દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ મોરબી હર હમેંશા તમારી સાથે છે.

Related Articles

Total Website visit

1,597,568

TRENDING NOW