મોરબી: ઓદ્યોગિક નગરી શહેર જ્યાં એક તરફ સમૃદ્ધિની ઝાકમઝોળ જોવા મળે છે. તો બીજી તરફ શહેરના અનેક ઝૂપડપટ્ટી વિસ્તારના લોકો બે ટાઈમની રોટી માટે તરવરતા જોવા મળે છે. ત્યારે શહેરીજનો વિવિધ શુભ પ્રસંગોની ઉજવણી નિરાધાર અને વંચિતો સાથે કરતા હોય છે. ત્યારે કોરોના મહામારી વચ્ચે પણ સેવાના કાર્ય સાથે લોકો જન્મદિવસની ઉજવણી કરતા રહ્યા છે.

ત્યારે સિરામિક ટ્રેડિંગના વ્યવસાય સાથે જોડાયેલા મોરબીના યોગેશભાઈ તુલસીભાઈ કાસુન્દ્રા તથા ભાવિકાબેન યોગેશભાઈ કાસુન્દ્રાના પુત્ર રાધેના આજે પ્રથમ જન્મદિવસ નિમિત્તે મોરબીની સિવિલ તથા ખાનગી હોસ્પિટલોમાં 2 હજારથી વધુ શરબતની બોટલોનું વિતરણ કરી જન્મદિવસની પ્રેરણાદાય ઉજવણી કરી હતી.

