મોરબીના પીપળી રોડ ઉપરથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે બે ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબીના પીપળી રોડ ઉપરથી આરોપી ભાવેશભાઇ કેશવજીભાઇ સાવલીયા (રહે. ઉમાટાઉનશીપ ક્રાંતિજ્યોત -ઈ ફ્લેટ નં-૨૦૫ મોરબી-૨) તથા નિશાંતભાઈ મનસુખભાઈ ભેંસદડીયા (રહે. મહાવીરનગર મેઇન રોડ રૂષભનગર સામાકાંઠે મોરબી-૨) ને પોતાના કબ્જાવાળી આઇટેન રજી નં-GJ-36-F-6231 (કિં.રૂ. ૧,૫૦,૦૦૦) કારમા ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧ (કિં.રૂ. ૩૭૫) મળી કુલ મુદ્દામાલ રૂ.૧,૫૦,૩૭૫) સાથે બે ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.