Sunday, March 15, 2026

પીપળી ગામ નજીક યુવાનને માર મારી 4 અજાણ્યા શખ્સોએ લુટ ચલાવી

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકાના પીપળી ગામ નજીક પાણીના ટાંકા પાસે મોટરસાયકલ ચાલકને માર મારી ૪ અજાણ્યા શખ્સોએ લૂંટ ચલાવી હોવાની મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના સુધારા શેરીમાં રહેતા વિહારભાઈ વિનયચંદ્ર જોશી સિરામિક કારખાનેથી મોટરસાયકલ લઈને પોતાના ઘરે જતા હોય તે દરમિયાન પીપળી ગામના પાણીના ટાંકા પાસે વિહારભાઈ પહોચતા પાછળથી નંબર પ્લેટ વગરના એક કાળા કલરનું સ્પેલડર પ્લસ તથા બીજું સિલ્વર કલરના મો.સાયકલ માં ૪અજાણ્યા શખ્સો આવીને વિહારભાઈનું મોટરસાયકલ ઉભું રખાવીને બાવળની ઝાળીમાં લઇ જઈ ઢીકાપાટુનો માર મારી ફરિયાદી વિહારભાઈને જમણા હાથમાં તથા ખમ્ભાના ભાગે ફ્રેકચર જેવી ઇજા તથા માથામાં ધોકા વડે માર મારી પેન્ટના ખીસા માંથી એમ આઈ કંપનીનો મોબાઇલ કિંમત રૂપિયા ૫૦૦૦ તથા એપ્પલ કંપની નો મોબાઇલ કિંમત રૂપિયા ૧૦,૦૦૦ની લૂંટ કરી હોવાની ફરિયાદ વિહારભાઈએ મોરબી તાલુકા પોલીસમાં નોંધાવી છે. મોરબી તાલુકા પોલીસે ફરીયાદનાં આધારે ૪શખ્સોને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,597,113

TRENDING NOW