300 બસો અને હજારો ગાડીનાં કાફલા સાથે 10,000 થી વધુ કાર્યકરો પીએમ નાં કાર્યક્રમમાં પોહચશે
જસદણ આટકોટ ખાતે ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરાના ટ્રસ્ટ દ્વારા નિર્મિત રૂપિયા 50 કરોડના ખર્ચે બનેલ મીની એઇમ્સ જેવી 200 બેડની અદ્યતન સુવિધાથી સજ્જ કે ડી પરવાડીયા હોસ્પિટલના લોકાર્પણ કાર્યકમ અંતર્ગત ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે
ત્યારે આ કાર્યક્રમનો અનેરો ઉત્સાહ મોરબી જિલ્લા ભાજપમાં જોવા મળી રહ્યો છે મોરબી જિલ્લા ભાજપ દ્વારા માઈક્રો પ્લાનિંગ કરી વધુમાં વધુ સંખ્યામાં કાર્યકરો ને પીએમ મોદીના કાર્યક્રમ સુધી પહોંચાડવાનું આયોજન કર્યું છે કાર્યકરો માટે તમામ સુવિધા પણ ઉપલબ્ધ કરવાનું આયોજન કરાયું છે મોરબી જિલ્લા માંથી 10,000 કાર્યકરોને વડાપ્રધાનના કાર્યક્રમમાં પોહચાડી મોરબી જિલ્લા ભાજપ દ્વારા વડાપ્રધાન પ્રત્યેનો પ્રેમ અને નિષ્ઠા સમર્પણ દર્શાવવાના ભાવ સાથે તડામાર તૈયારીઓ ચાલી રહી છે
જસદણના આટકોટ ખાતે આગામી તારીખ 28 ના રોજ હોસ્પિટલના લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેવાના છે આ કાર્યક્રમમાં ત્રણ લાખ લોકોને એકઠા કરવાનો ટાર્ગેટ રખાયો છે ક્યારે મોરબી જિલ્લા ભાજપ દ્વારા પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે સાંસદ મોહનભાઈ કુંડારીયા,મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને તેમની ટીમ દ્વારા વિશેષ આયોજનો કરવાનું શરૂ કર્યું છે મોરબી જિલ્લાના મોરબી, માળીયા,હળવદ, ટંકારા, અને વાંકાનેર પંથકના દસ હજાર કાર્યકરોને એકઠાં કરી 300 બસો ની સુવિધા ઊભી કરી કાર્યક્રમમાં પહોંચાડવા માઈક્રો પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે મોરબી જિલ્લા માટે વડાપ્રધાને વિશેષ સ્નેહ રહ્યો છે ત્યારે આ સ્નેહના સમર્પણમાં મોરબી ભાજપે પણ વિશાળ કાર્યકરોની હાજરી ઉપસ્થિત કરાવી વડાપ્રધાનને વિશેષ લાગણી પરત કરવાની ખેવના રાખી છે આ માટે જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા મહામંત્રી રણછોડભાઈ દલવાડી ઉપપ્રમુખ નિર્મલભાઇ જારીયા અને મોરબી તાલુકા પ્રમુખ અરવિંદભાઈ વાંસજાળિયા સહિત ભાજપ અગ્રણીઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે