પારિવારિક ઝગડામાં યુવકને ચાર શખ્શોએ માર માર્યો,ફરિયાદ નોંધાઇ.
મોરબીના અમૃત પાર્કમાં જુના પારિવારિક ઝઘડાના મનદુઃખમા ચાર શખ્સોએ યુવાનને ધોકા વડે ધોકાવી નાખતા મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ત્યારે આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નવલખી રોડ ઉપર અમૃતપાર્ક નજીક આવેલ બોખાની વાડીમાં રહેતા ગણેશભાઈ ધીરુભાઈ નકુમને જુના પારિવારિક ઝઘડાનો ખાર રાખી આરોપી જગદીશ ધીરુ કણઝારીયા, બળવંત ધીરુ કણઝારીયા, ગૌતમ ધીરુ કણઝારીયા અને લક્ષ્મણ શામજી નકુમ નામના ચાર શખ્સોએ લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.