પાનેલી ગામે સાસરીયા પક્ષ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપતા પરિણીતા એ ફરિયાદ નોંધાવી.
મોરબી તાલુકાના પાનેલી ગામે પરિણીતાએ તેના સાસરીયા પક્ષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તેમના સાસરીયા પક્ષ દ્વારા પરિણીતાને અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોય ત્યારે આ બાબતે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના પાનેલી ગામે રહેતા વૈશાલીબેન રાજેશભાઇ ડાભીએ પતિ રાજેશભાઇ નારણભાઇ ડાભી, સાસુ ગુલાબબેન નારણભાઇ ડાભી અને મોટા સાસુ અંબાબેન મોહનભાઇ ડાભી વિરુદ્ધ ઘરકામ બાબતે મેણા ટોણા મારી પતિએ માવતરે જવાની ના પાડી લાફા ઝીકી દેવાની સાથે સાસુએ ઢીકા મારી મોટા સાસુએ માનસિક ત્રાસ આપતા હોવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.