Friday, May 2, 2025

પાટીદાર સમાજના યુવક પાસેથી જમીન પડાવી લેવાનો કિસ્સો સામે આવ્યો

Advertisement
Advertisement
Advertisement

મોરબીના માણેકવાડા ગામના વતની અને હાલ મોરબીના આલાપ રોડ પર અંજનીપાર્કમા રહેતા રવિરાજ જગદીશભાઇ દેત્રોજા (ઉ.વ.૨૨) એ આરોપી ભાવેશભાઇ હરીભાઇ દેવાયતકા રહે.નાની વાવડી તા.જી.મોરબી, જયદિપભાઇ બાબુભાઇ બસીયા રહે.રાજકોટ જકાતનાકા, રાજેશભાઇ લાખાભાઇ સોઢીયા રહે.કુંતાશી તા.જી.મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આરોપીઓ પાસેથી કુલ રૂપિયા ૨,૦૦,૦૦૦/-લીધેલ હોય જેનુ અલગ અલગ તારીખ સમયે આરોપીઓને રૂપીયા -૧૩,૦૦,૦૦૦/- વ્યાજ ચુકતે કરેલ તેમ છતા ઉંચુ વ્યાજ તથા મુળ રકમ સહીત કુલ રૂપીયા-૨૨,૦૦,૦૦૦/-ચુકતે કરી દીધેલ હોવા છતા આરોપીઓએ ફરીયાદી પાસે મુડી વ્યાજ સહીત રૂપીયા-૨૨,૦૦,૦૦૦/-બળજબરીથી કઢાવી લેવા મોત નિપજાવાવના ભયમા મુકી બળજબરીથી ફરીયાદીની માણેકવાડા ગામની સીમમાં આવેલ જમીનનુ લખાણ કરાવી સોદાખત કરાવી લઇ તેમજ બે કોરા ચેક લઇ લઇ રૂપીયા કઢાવવા સારૂ પઠાણી ઉઘરાણી કરી અવાર નવાર ફોન પર તેમજ રૂપિયાની ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,704

TRENDING NOW