મોરબી શહેરમાં એક શખ્સે મહિલાના અંગત પળોના ફોટા તથા વિડીયો અને બિભત્સ વિડિયો કોલનુ રેકોર્ડિંગ તેના મોબાઈલ ફોનમાં સેવ કરી લઇ આરોપીએ ફોટો તથા વિડીયો વાયરલ કરી દીધા હોવાની મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. ત્યારે ફરિયાદના આધારે તપાસ નો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે
આ અંગે મળતી માહિતી મુજબ હાલમાં મોરબી રહેતા મૂળ વાંકાનેરના પરિણીતાએ આરોપી કિશન વસંતભાઈ બારોટ નામના શખ્સ વિરુદ્ધ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી કિશન બારોટ તા.5 ઓગસ્ટના રોજ ફરિયાદી અને આરોપી વચ્ચે થયેલ વીડિયો કોલનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી લઈ બીભત્સ વીડિયો તેમજ બન્ને વચ્ચેની અંગત પળોના ફોટા અને વીડિયો મોબાઈલમાં સેવ કરી લઈ બાદમાં વાયરલ કર્યા હતા. આ ગંભીર બનાવ અંગે મોરબી સાયબર ક્રાઈમ પોલીસે પરિણીતાની ફરિયાદને આધારે ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.