પત્રકાર એકતા પરિષદ ગુજરાત દ્વારા મોરબી જિલ્લા પ્રમુખ તરીકે શ્રીકાંત પટેલની નિમણૂક!
લોકશાહીના પ્રહરી તરીકે પ્રમાણિક મીડિયા ની જરૂર છે. ત્યારે પત્રકાર એકતા પરિષદ ગુજરાત પત્રકારના હક્ક અને ફરજ તેમજ તેમના જોખમ અંગે સરકાર તરફથી યોગ્ય સુરક્ષા કવચ મળે તેવો કાર્ય સતત કરતા રહે છે. પત્રકાર એકતા વધુને વધું સંગઠીત બને તે માટે જીલ્લા લેવલ સુધી વિકેન્દ્રિત કરવામાં આવ્યું છે જેમાં મોરબી જિલ્લામાં જીલ્લા પ્રમુખ તરીકે શ્રીકાંત પટેલ નિમણુંક કરવામાં આવી છે. ત્યારે વધારે સંખ્યામાં પત્રકારો આ સંગઠન માં જોડાઈ શકે છે .ત્યારે પ્રજાના પ્રશ્નોને વાચા આપી સત્યનો ઉજાગાર કરનારા મોરબી જિલ્લાના પત્રકારોમાંથી જેમને આ પત્રકાર એકતા પરિષદમાં જોડાવું હોય તેવો અમારો સંપર્ક કરી શકે છે. અને પત્રકારોના હક્ક અને અને તેમની ફરજો વિષે તેમજ એમને પડતી મુશ્કેલીઓ વિષે સતત તો જાગૃત રહેવાનું અને જરૂર પડે રાજ્ય લેવલે હોદ્દેદારોને જાણ કરવી. જેમણે આ સંગઠન માં જોડાવું હોય તેવો મોબાઈલ નંબર ૯૯૭૮૩૯૮૮૮૫ ઉપર સંપર્ક કરવો તેવું જણાવ્યું છે.

